Tuesday, July 2, 2013

ચીને દુનિયાનું સૌથી મોટું બિલ્ડિંગ બનાવ્યું


બેઇજિંગ, 2 જુલાઇ
ચીને દુનિયાનું સૌથી મોટું બિલ્ડિંગ બનાવ્યું છે જે બિલ્ડિંગમાં સીડનીના ૨૦ ઓપેરા હાઉસ અને ૩ પેન્ટાગોનનો પણ સમાવેશ કરી શકાય છે એટલું મોટું છે. ચીનનાં સિચુઆન વિસ્તારમાં આવેલા ચેન્ગડુ શહેરમાં આ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે અને તેનું નામ'ધ ન્યુ સેન્યુરી ગ્લોબલ સેન્ટર' આપવામાં આવ્યું છે.
  • બિલ્ડિંગ ૫૦૦ મીટર લાંબુ, ૪૦૦ મીટર પહોળું અને ૧૦૦ મીટર ઊંચુ છે
  • બિલ્ડિંગની આખી છત કાચની બનાવવામાં આવી છે
  • બિલ્ડિંગને બનાવતા કુલ ત્રણ વર્ષનો સમય લાગ્યો હતો
આ બિલ્ડિંગ અંગે ચીનના એક ગાઇડે કહ્યું કે, આ બિલ્ડિંગ માણસ દ્વારા બાંધવામાં આવેલું એક સમુદ્રી શહેર છે. આ બિલ્ડિંગને બ્રિટિશ-ઈરાની આર્િકટેક્ટ ઝાહા હાદિદે ડિઝાઇન કરી છે. ચેન્ગડુમાં આવેલા કન્ટેમ્પરરી આર્ટ્સ સેન્ટરની સામે જ આ બિલ્ડિંગને બાંધવામાં આવી છે. આ બિલ્ડિંગ ૫૦૦ મીટર લાંબુ, ૪૦૦ મીટર પહોળું અને ૧૦૦ મીટર ઊંચુ છે અને તેની આખી છત કાચની બનાવવામાં આવી છે. ચીનના એક અધિકારીએ કહ્યું કે, આ બિલ્ડિંગનું બાંધકામ કરતા ત્રણ વર્ષનો સમય લાગ્યો હતો. આ બિલ્ડિંગને આ ગત અઠવાડિયાના અંતે લોકો માટે ખોલી દેવાયું હતું.
બિલ્ડિંગનો પોતાનો સૂર્ય

આ બિલ્ડિંગ ૧૯ મિલિયન સ્ક્વેર ફૂટ એટલે કે ૧.૯૦ કરોડ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે અને તેમાં ઘણા બધા ગામડાંઓવોટરપાર્ક,આઇસ-સ્કેટિંગ રિન્ક અને કેટલીયે હોટલો પણ સામેલ છે. આ બિલ્ડિંગમાં આવનારા મુલાકાતીઓએ વાતાવરણની ચિંતા કરવાની જરા પણ જરૃર નથી કારણ કેઆ બિલ્ડિંગમાં એક કૃત્રિમ સૂર્ય પણ છે જે ચોવીસ કલાક સુધી સૂર્ય જેવો જ પ્રકાશ અને ગરમી પૂરી પાડશે. ચાર લાખ સ્ક્વેયર ફૂટ વિસ્તારમાં ફેલાયેલા બ્યુટિક્સ અને સ્ટોર્સ માટે આ કૃત્રિમ સૂર્યની વ્યવસ્થા કરવામાં આવી છે