લંડન, તા.૩
મેયર બોરિસ જ્હોન્સને આ ગગનચુંબી ઇમારતને'કોકટેઇલ સ્ટિક'ની સાથે સરખાવી હતી
યુરોપની સૌથી ઊંચી બિલ્ડિંગને લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. લંડનના મેયર બોરિસ જ્હોન્સને સ્કાયક્રેપર બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યુ હતું. બિલ્ડિંગની ટોચ ઉપર સમગ્ર લંડન શહેરનો અદ્ભુત નજારો જોવા મળતો હતો. મેયર બોરિસ જ્હોન્સને ૩૧૦ મીટર ઊંચી ગગનચુંબી ઇમારતને 'કોકટેલ સ્ટિક' સાથે સરખાવી હતી. કેટલાક મુલાકાતીઓએ આ બિલ્ડિંગની ટોચ પર ચડીને ગર્લફ્રેન્ડ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકવાનું પસંદ કર્યુ હતું.
જેમ્સ ઇપિસકોપોઉ નામની વ્યક્તિએ જણાવ્યું હતું કે, આ વિચાર થોડો વિચિત્ર છે, પરંતુ બિલ્ડિંગની ટોચ ઉપર ચડીને પ્રસ્તાવ મૂકવાથી જાણે હું સાતમા આસમાને પહોંચી ગયો હોઉં તેવી લાગણી અનુભવી રહ્યો છું. જેમ્સની વાગ્દતા લોઉરા ટેલરે જણાવ્યું હતું એ આ બાબતથી તેને ખૂબ જ નવાઈ લાગી હતી. યુવતીએ જણાવ્યું હતું કે, આ પ્રકારે પ્રપોઝ મૂકવાથી હું ખૂબ જ અભિભૂત થઈ ગઈ છું.
શાર્દનો મોટો હિસ્સો કતારની માલિકીનો છે અને અનેક રેસ્ટોરન્ટ આવેલી છે. ઇમારતના ૧૨મા માળમાં એપાર્ટમેન્ટ આવેલા છે. આ બિલ્ડિંગ બનાવતાં ૧૩ વર્ષ જેટલો સમય લાગ્યો હતો. થેમ્સ નદીના દક્ષિણ કિનારા ઉપર આવેલા લંડનબ્રિજ નજીક પુનઃ નિર્માણ કાર્યક્રમના ભાગરૂપે ૨ અબજ પાઉન્ડના ખર્ચે આ બિલ્ડિંગને બનાવવામાં આવ્યું છે. ૨૦૦૮ની મંદીનાં કારણે આ પ્રોજેક્ટને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો, જોકે કતારિશ દ્વારા તેને આર્િથક સહાય પૂરી પાડવામાં આવી હતી. આ બિલ્ડિંગની ઓફિસોને ભાડે નહીં આપી શકવા બદલ ડેવલોપર્સની ટીકા કરાઈ હતી, જોકે શાર્દના ડેવલોપર્સ ઇર્િવને શેલ્લારે જણાવ્યું હતું કે, ટાવરનો ૩૦ ટકા જેટલો ભાગ પહેલેથી જ ભાડે અપાઈ ચૂક્યો છે અને બાકીનો ભાગ ટૂંક સમયમાં ભાડે આપી દેવાશે તેવી આશા રખાઈ રહી છે.
No comments:
Post a Comment