નોલેજ ઝોન
વાહન-વ્યવહારના ક્ષેત્રમાં ક્રાંતિ લાવનાર હોવરક્રાફટને હવાઇ ગાદી વાહન તરીકે પણ ઓળખવામાં આવે છે. એક બ્રિટિશ ઇજનેર ક્રિસ્ટોફર કોકરેલએ જમીન પર તેમજ પાણીની ઉપર એમ બંને રીતે ચાલી શકે તેવા આ વાહનની શોધ કરી હતી.
સામાન્ય વ્યવહારના ઉપયોગ ઉપરાંત જ્યાં પાણી ભરાઈ રહેતાં હોય તેવા નીચાણવાળા ભીના વિસ્તારોમાં તે ઉપયોગી ગણાય છે. મોટા ભાગનાં હોવરક્રાફટ જમીન અને પાણી ઉપર ચાલી શકે તેવાં હોય છે, એટલે તેમના માટે બંદરની જરૂર રહેતી નથી. બે-ચાર મુસાફરોથી શરૂ કરીને ૫૦૦ લોકોને મુસાફરી કરાવી શકે તેવા હોવરક્રાફટ પણ બને છે. તે ૪૦ ટન વજનથી માંડીને ૩૦૫ ટન સુધી વજન લઈ જઈ શકે છે.
હોવરક્રાફટ લશ્કરી ઉપયોગ માટે તેમજ બિનલશ્કરી ઉપયોગ માટે પણ બનાવાય છે. ખાસ કરીને તે જમીન,રેતી, બરફ,પાણી અથવા બીજી કોઈ પણ ખરબચડી સપાટી પર સરળતાથી ચાલી શકે છે. તેથી તેની ઉપયોગિતા અનેકગણી વધી ગઈ છે. કોઈ પણ સપાટીને સ્પર્શ કર્યા વિના હોવરક્રાફટ સપાટીથી ૧૮ ઇંચ ચાલે છે. ઊંચે હવામાં જાણે કે કોઈ પંખી પાંખો ફફડાવીને ઊડી રહ્યું હોય ત્યારે તેને 'હોવિંરંગ' કહે છે, એટલે આ વાહનને હોવરક્રાફટ નામ આપવામાં આવ્યું છે. એ સ્થિર ઊભું હોય તો પણ તેનું'હોવરિંગ' ચાલુ રહે છે. આ વાહનની બહારની બાજુએ રબરનું પહેરણ હોવાથી આમ થઈ શકે છે. જેવું એન્જિન ચાલુ થાય કે તરત વાહનની પાછળના ભાગનો પંખો રબરના આ પહેરણ જેવા આવરણમાં હવા ભરીને તેને ગાદી જેવું બનાવે છે. સામાન્ય ડિઝલ અથવા હાઈસ્પીડ ડિઝલ oilઈલથી હોવરક્રાફટ ચાલે છે. વાહનને આગળ વધવા પ્રેરિત કરતો યાંત્રિક પંખો તેની ગતિનું નિયમન કરે છે.
No comments:
Post a Comment