Friday, March 7, 2014

મસમોટી બિલ્ડિંગ વચ્ચેથી નીકળે છે એક્સપ્રેસ હાઈવે (માનો યા ના માનો)


Mar 04, 2014 18:38



માનો યા ના માનો- પ્રશાંત પટેલ
પણે ત્યાં રોડ અને એક્સપ્રેસ હાઈવેના નિર્માણ માટે કેટકેટલાં ઘરો,દુકાનો કે બિલ્ડિંગ તોડી પાડવામાં આવે છેખેડૂતોનાં ખેતરો ચીરી નાખવામાં આવે છે. સરકાર સામે લોકો હથિયાર હેઠાં મૂકી દે છે અને જે લોકો વિરોધ કરે છે તેઓ કેસ લડવામાં વર્ષો વીતાવે છેછેવટે તે પણ હાર માની લે છે. જોકે બધે જ આવું નથી. જાપાનમાં સરકાર અને એક બિલ્ડર વચ્ચે એક્સપ્રેસ હાઈવેને લઈને ગજગ્રાહ ચાલ્યો. છેવટે બંને પક્ષને ગમે તેવો નિર્ણય કરવામાં આવ્યો. બિલ્ડિંગ પણ બન્યું અને હાઈવે પણ બન્યો તે પણ પોતાની નિર્ધારિત જગ્યાએ જ.
સમગ્ર વિશ્વભરમાં મોટાં મોટાં બિલ્ડિંગો અને પુલ (ઓવર બ્રિજ)નું નિર્માણ થયું છે અને હજુ પણ થઈ રહ્યું છે. અમેરિકા સહિત કેટલાંક દેશોમાં તો પુલ ઉપર પુલ જોવા મળે છે. એક્સપ્રેસ હાઈવે પહાડ કોતરીને બનાવેલી કિલોમીટરો લાંબી ટનલમાંથી પસાર થાય છે. આ વાત સૌ જાણે છેપરંતુ એક વાત કોઈ નહીં જાણતું હોય કે એક બિલ્ડિંગ એવું છે કે જેની વચ્ચેથી હાઈવે પસાર થાય છે. તેનું નામ ગેટ ટાવર બિલ્ડિંગ છે જે જાપાનના ઓસાકામાં આવેલું છે. બિલ્ડિંગમાંથી પસાર થતા હાઈવેનું દૃશ્ય જોઈને સાયન્સ ફિક્શન ફિલ્મોના સંસારમાં સફર કરી રહ્યાં હોય તેવો આભાસ કરાવે છે. આ વિશ્વનું એકમાત્ર બિલ્ડિંગ છે જેની વચ્ચેથી એક્સપ્રેસ હાઈવે પસાર થાય છે અને ઉપર તથા નીચે લોકો રહે છે.
ઓસાકા શહેરના ફુકુશિમા-કૂ સ્થિત આ ૧૬ માળનું બિલ્ડિંગ ૨૩૬ ફૂટ ઊંચું છે. તેના પાંચમાછઠ્ઠા અને સાતમા માળની વચ્ચેથી હૈશિન એક્સપ્રેસ-વે સિસ્ટમ નામનો હાઈવે પસાર થાય છે. બિલ્ડિંગની જગ્યાના ઉપયોગના બદલામાં ત્યાંનું પ્રશાસન બિલ્ડિંગના માલિકને ત્રણ માળનું ભાડું ચૂકવે છે.
આવું નિર્માણ કેમ થયું?
બિલ્ડિંગ અને તેની વચ્ચેથી પસાર થતા હાઈવે પાછળની વાત ખૂબ જ રસપ્રદ છે. બે દશકા પહેલાં ઈ.સ. ૧૯૯૨માં બનીને તૈયાર થયેલા આ બિલ્ડિંગનો નકશો ૧૯૮૨માં તૈયાર કરવામાં આવ્યો હતો. કામ શરૂ કરવાનું જ હતું કે પરમિટ કેન્સલ કરવામાં આવી. તેની પાછળ એવું કારણ જણાવવામાં આવ્યું કે અહીં પહેલેથી જ હાઈવેના નિર્માણની યોજના બની ચૂકી હતીપરંતુ બિલ્ડિંગના પ્રોપર્ટી રાઈટ્સ હોલ્ડર એટલે કે માલિકે હાર ન માની અને આખો મામલો કોર્ટમાં લઈ ગયો. તેણે એક્સપ્રેસવે કોર્પોરેશનની સામે રણશિંગું ફૂંક્યું. લગભગ પાંચ વર્ષ સુધી તેમનો વિવાદ ચાલતો રહ્યો. કોઈ પણ કાળે બિલ્ડિંગનો માલિક ઝૂકવા તૈયાર નહોતોપરંતુ તેને લીધે હાઈવેનું કામ અટકાવી રાખવું પણ યોગ્ય નહોતું. તેથી પ્રશાસને તેની સામે ઉગામેલાં હથિયાર હેઠાં મૂકી દીધાં અને ઈ.સ. ૧૯૮૯માં સિટી પ્લાનિંગ અને હાઈવે સંબંધિત કાયદાઓમાં કેટલાંક ફેરફાર કરવામાં આવ્યા. જેના ફળરૂપે તે જ જગ્યાએ બિલ્ડિંગ બન્યું અને હાઈવે બિલ્ડિંગની વચ્ચેથી પસાર થયો. આમબિલ્ડિંગ માલિક અને પ્રશાસનના વિવાદનો સુખદ અંત આવ્યો. જોકે તેને કારણે જાપાનને પોતાના ઉત્તમ એન્જિનિયરિંગનો બેનમૂન નમૂનો વિશ્વને બતાવવાની તક પણ મળી. આજે આ બિલ્ડિંગ જાપાનનું મુખ્ય ટૂરિસ્ટ એટ્રેક્શન પણ છે.
બિલ્ડિંગ કેવું છે?
આ સોળ માળના ગેટ ટાવર બિલ્ડિંગને અજૂસા સેકેઈ અને યમાતો નિશિહારાએ ડિઝાઈન કર્યું છે. આ ગોળાકાર બિલ્ડિંગમાં ડબલ કોર કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. બિલ્ડિંગની લિફ્ટ હાઈવેના ત્રણ માળ પર રોકાઈ શકતી નથી. હાઈવે બિલ્ડિંગનો સ્પર્શ પણ નથી કરી શકતી. એટલે કે તે બિલ્ડિંગના ટેક પર નથી બનાવવામાં આવ્યો. બિલ્ડિંગની બાજુમાં બનેલા મજબૂત પાયાઓ હાઈવેને સહારો આપે છે. હાઈવેની આસપાસ એક ખાસ પ્રકારનું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે જે ગાડીઓ કે ટ્રકોના અવાજ અને વાઈબ્રેશનને બિલ્ડિંગમાં જતા રોકે છે. આ બિલ્ડિંગની છત પર એક હેલિપેડ પણ બનાવવામાં આવ્યું છે.

Thursday, December 19, 2013

હોવરક્રાફટની ખાસિયત શું હોય છે?

નોલેજ ઝોન
વાહન-વ્યવહારના ક્ષેત્રમાં ક્રાંતિ લાવનાર હોવરક્રાફટને હવાઇ ગાદી વાહન તરીકે પણ ઓળખવામાં આવે છે. એક બ્રિટિશ ઇજનેર ક્રિસ્ટોફર કોકરેલએ જમીન પર તેમજ પાણીની ઉપર એમ બંને રીતે ચાલી શકે તેવા આ વાહનની શોધ કરી હતી.
સામાન્ય વ્યવહારના ઉપયોગ ઉપરાંત જ્યાં પાણી ભરાઈ રહેતાં હોય તેવા નીચાણવાળા ભીના વિસ્તારોમાં તે ઉપયોગી ગણાય છે. મોટા ભાગનાં હોવરક્રાફટ જમીન અને પાણી ઉપર ચાલી શકે તેવાં હોય છે, એટલે તેમના માટે બંદરની જરૂર રહેતી નથી. બે-ચાર મુસાફરોથી શરૂ કરીને ૫૦૦ લોકોને મુસાફરી કરાવી શકે તેવા હોવરક્રાફટ પણ બને છે. તે ૪૦ ટન વજનથી માંડીને ૩૦૫ ટન સુધી વજન લઈ જઈ શકે છે.
હોવરક્રાફટ લશ્કરી ઉપયોગ માટે તેમજ બિનલશ્કરી ઉપયોગ માટે પણ બનાવાય છે. ખાસ કરીને તે જમીન,રેતી, બરફ,પાણી અથવા બીજી કોઈ પણ ખરબચડી સપાટી પર સરળતાથી ચાલી શકે છે. તેથી તેની ઉપયોગિતા અનેકગણી વધી ગઈ છે. કોઈ પણ સપાટીને સ્પર્શ કર્યા વિના હોવરક્રાફટ સપાટીથી ૧૮ ઇંચ ચાલે છે. ઊંચે હવામાં જાણે કે કોઈ પંખી પાંખો ફફડાવીને ઊડી રહ્યું હોય ત્યારે તેને 'હોવિંરંગ' કહે છે, એટલે આ વાહનને હોવરક્રાફટ નામ આપવામાં આવ્યું છે. એ સ્થિર ઊભું હોય તો પણ તેનું'હોવરિંગ' ચાલુ રહે છે. આ વાહનની બહારની બાજુએ રબરનું પહેરણ હોવાથી આમ થઈ શકે છે. જેવું એન્જિન ચાલુ થાય કે તરત વાહનની પાછળના ભાગનો પંખો રબરના આ પહેરણ જેવા આવરણમાં હવા ભરીને તેને ગાદી જેવું બનાવે છે. સામાન્ય ડિઝલ અથવા હાઈસ્પીડ ડિઝલ oilઈલથી હોવરક્રાફટ ચાલે છે. વાહનને આગળ વધવા પ્રેરિત કરતો યાંત્રિક પંખો તેની ગતિનું નિયમન કરે છે.

Tuesday, July 2, 2013

ચીને દુનિયાનું સૌથી મોટું બિલ્ડિંગ બનાવ્યું


બેઇજિંગ, 2 જુલાઇ
ચીને દુનિયાનું સૌથી મોટું બિલ્ડિંગ બનાવ્યું છે જે બિલ્ડિંગમાં સીડનીના ૨૦ ઓપેરા હાઉસ અને ૩ પેન્ટાગોનનો પણ સમાવેશ કરી શકાય છે એટલું મોટું છે. ચીનનાં સિચુઆન વિસ્તારમાં આવેલા ચેન્ગડુ શહેરમાં આ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે અને તેનું નામ'ધ ન્યુ સેન્યુરી ગ્લોબલ સેન્ટર' આપવામાં આવ્યું છે.
  • બિલ્ડિંગ ૫૦૦ મીટર લાંબુ, ૪૦૦ મીટર પહોળું અને ૧૦૦ મીટર ઊંચુ છે
  • બિલ્ડિંગની આખી છત કાચની બનાવવામાં આવી છે
  • બિલ્ડિંગને બનાવતા કુલ ત્રણ વર્ષનો સમય લાગ્યો હતો
આ બિલ્ડિંગ અંગે ચીનના એક ગાઇડે કહ્યું કે, આ બિલ્ડિંગ માણસ દ્વારા બાંધવામાં આવેલું એક સમુદ્રી શહેર છે. આ બિલ્ડિંગને બ્રિટિશ-ઈરાની આર્િકટેક્ટ ઝાહા હાદિદે ડિઝાઇન કરી છે. ચેન્ગડુમાં આવેલા કન્ટેમ્પરરી આર્ટ્સ સેન્ટરની સામે જ આ બિલ્ડિંગને બાંધવામાં આવી છે. આ બિલ્ડિંગ ૫૦૦ મીટર લાંબુ, ૪૦૦ મીટર પહોળું અને ૧૦૦ મીટર ઊંચુ છે અને તેની આખી છત કાચની બનાવવામાં આવી છે. ચીનના એક અધિકારીએ કહ્યું કે, આ બિલ્ડિંગનું બાંધકામ કરતા ત્રણ વર્ષનો સમય લાગ્યો હતો. આ બિલ્ડિંગને આ ગત અઠવાડિયાના અંતે લોકો માટે ખોલી દેવાયું હતું.
બિલ્ડિંગનો પોતાનો સૂર્ય

આ બિલ્ડિંગ ૧૯ મિલિયન સ્ક્વેર ફૂટ એટલે કે ૧.૯૦ કરોડ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે અને તેમાં ઘણા બધા ગામડાંઓવોટરપાર્ક,આઇસ-સ્કેટિંગ રિન્ક અને કેટલીયે હોટલો પણ સામેલ છે. આ બિલ્ડિંગમાં આવનારા મુલાકાતીઓએ વાતાવરણની ચિંતા કરવાની જરા પણ જરૃર નથી કારણ કેઆ બિલ્ડિંગમાં એક કૃત્રિમ સૂર્ય પણ છે જે ચોવીસ કલાક સુધી સૂર્ય જેવો જ પ્રકાશ અને ગરમી પૂરી પાડશે. ચાર લાખ સ્ક્વેયર ફૂટ વિસ્તારમાં ફેલાયેલા બ્યુટિક્સ અને સ્ટોર્સ માટે આ કૃત્રિમ સૂર્યની વ્યવસ્થા કરવામાં આવી છે

Monday, May 20, 2013

TEN AWESOME SETS of STAIRS!




TEN AWESOME SETS of STAIRS!



For many, the stairs are something to avoid, unless you're determined to lose some weight.
El pozo de Chand Baori

Thursday, May 2, 2013

જાપાની ટ્રાન્સપોર્ટ સિસ્ટમની ૧૦૦ વર્ષમાં થઈ કાયાપલટ



ટોકિયો, તા. ૧૭
વિસ્તાર અને કદની દૃષ્ટિએ વામન ગણાતાં જાપાને છેલ્લાં ૧૦૦ વર્ષમાં ટેક્નોલોજી ક્ષેત્રે જે વિરાટ ફાળ ભરી છે, તેના તોલે કોઈ દેશ આવી શકે તેમ નથી, તેમાં પણ બીજા વિશ્વયુદ્ધમાં પરમાણુ બોમ્બનો સામનો કર્યા પછી જે ઝડપથી જાપાનને કળ વળી છે તે ખરેખર અકલ્પનીય છે. દુનિયાના અનેક દેશોની સરખામણીમાં અહીંયાં સગવડો અને સુવિધાઓની ભરમાર વધારે છે. અહીંના માત્ર ટ્રાન્સપોર્ટેશનની વાત કરીએ તો ૧૦૦ વર્ષમાં તો જાપાને અદ્વિતીય સફળતા હાંસલ કરી છે. એક સમયે બળદગાડાં અને મજૂરો દ્વારા ઊંચકાતી પાલખીની મદદથી આવનજાવન કરતાં જાપાનમાં અત્યારે ૧૬૬ માઇલની ઝડપે ચાલતી બુલેટ ટ્રેનો છે. ૧૯મી અને ૨૦ સદી દરમિયાન સામાન્ય લોકો અને ધનિકો કેવા વાહનવ્યવહારનો ઉપયોગ કરતાં હતાં અને કરે છે તેનો રોચક ઇતિહાસ છે.
  • મુસાફરી માટે હાથલારીથી માંડીને બુલેટ ટ્રેન સુધીનો વિકાસ થયો
  • ધનિકો મજૂરો રાખીને એક સ્થળેથી બીજાં સ્થળે જતા
  • ગરીબો બળદગાડાં જેવાં સાધનોની મદદથી હેરફેર કરતાં
જાપાનમાં ધનિકો અને ગરીબો વચ્ચે વાહનવ્યવહારોનો દેખીતો ભેદ હતો. ધનિકોની વાત કરીએ તો તેઓ હેરફેર માટે પારંપરિક'કાગો' અથવા તો 'નોરીમોનો'નો ઉપયોગ કરતાં હતાં. પાલખી જેવું આ સાધન બે અથવા તો ચાર મજૂરો દ્વારા ઊંચકવામાં આવતું હતું. જાપાનમાં હાથરિક્ષા કે હાથલારીની શોધ થઈ ત્યાં સુધી આ રીતે જ લોકો હેરફેર કરતાં હતાં, જોકે ગરીબો આવનજાવન માટે બળદગાડાં જેવાં સાધનોનો ઉપયોગ કરતાં હતાં. ધનિકોની વાત કરીએ તો તેઓ નદી પાર કરવા માટે પણ માણસો ભાડે રાખતાં હતાં, મોટા તરાપા જેવા 'કાગો'માં સમગ્ર પરિવાર બેસી જતો અને આઠ-દસ મજૂરો તેમને નદી પાર કરાવતાં હતાં. જાપાનમાં રિક્ષાની શોધ થઈ ત્યાં સુધી લોકો કાગો અથવા તો ચાલતાં જ હેરફેર કરતાં હતાં.
વાહનવ્યવહારની શરૃઆત :
દેશ-દુનિયામાં ચાલતી રિક્ષાની સાચી શોધ જાપાનમાં થઈ હતી. ૧૯મી સદીમાં હાથરિક્ષાની શોધ કરવામાં આવી હતી. રિક્ષા શબ્દ જાપાની ભાષાના મૂળ શબ્દ 'જિનરિકિશા' પરથી આવ્યો છે. આ શબ્દનો અર્થ થાય છે 'માનવ દ્વારા ખેંચાતું વાહન', તેની માગ ધીરે ધીરે વધવા લાગી અને ગરીબો માટે તે આવકનો મોટો સ્રોત બની ગઈ, તેને કારણે ૧૮૭૨ સુધીમાં માત્ર ટોકિયોમાં જ ૪૦,૦૦૦ રિક્ષાઓ ફરતી થઈ ગઈ હતી. આ દોર ૨૦મી સદીના ઉત્તરાર્ધ સુધી ચાલ્યો. ૧૯૩૦માં જાપાનમાં કાર ઇન્ડસ્ટ્રીની શરૃઆત થયા બાદ ધીરે ધીરે રિક્ષાનું ચલણ ઘટવા લાગ્યું, ધીરે ધીરે ધનિકોમાં કારનું ચલણ વધવા લાગ્યું, ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધ બાદ જાપાને જે વિકાસ સાધ્યો તેને કારણે ધનિકો, મધ્યમવર્ગ સુધીનાં તમામ લોકો માટે વાહનવ્યવહારની સ્થિતિ બદલાઈ ગઈ, હવે જાપાનમાં ૧૬૬ માઇલની ઝડપે ચાલતી બુલેટ ટ્રેનો દોડતી થઈ છે. સાર્વજનિક વાહનવ્યવહારનું પણ તેને કારણે સ્વરૃપ બદલાઈ ગયું.
શું છે કાગો અને નોરિમોનો :
કાગો એક પારંપરિક પાલખી જેવું સાધન છે, તેમાં એક વાંસ સાથે નાનકડી બેઠક બાંધવામાં આવે છે, તેમાં એક જ વ્યક્તિ બેસી શકે તેમ હોય છે ત્યાર પછી આ બેઠકની ઉપર પતરાં અને લાકડાં દ્વારા છત કરી દેવામાં આવે છે, ત્યારબાદ બે અથવા તો ચાર મજૂરો દ્વારા કાગોને ખેંચવામાં આવે છે. ઉચ્ચ મધ્યમવર્ગનાં લોકો કાગોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરતાં હતાં જ્યારે ધનિકો કાગો ઉપરાંત નોરિમોનોનો ઉપયોગ કરતાં હતાં, તેમાં સમગ્ર પરિવારની હેરફેર કરી શકાય તેવી સુવિધા હતી. મોટા તરાપા જેવાં સ્ટેજ પર સમગ્ર પરિવાર બેસી જતો અને આઠ-દસ મજૂરો તેને ઊંચકીને લઈ જતાં. ખાસ કરીને પ્રવાસ દરમિયાન તેનો વધારે ઉપયોગ થતો હતો. નદી-નાળાં પાર કરવા માટે પણ ધનિક પરિવારો નોરિમોનોનો ઉપયોગ કરતાં હતાં.
વાહનવ્યવહારની એક ઝાંખી
-બીજા વિશ્વયુદ્ધ સુધી જાપાનમાં રિક્ષાઓનો જ ઉપયોગ થતો હતો.
-લાકડાના નાના પુલ પાર કરવા માટે ધનિકો રિક્ષાઓનો જ ઉપયોગ કરતા હતા.
-૧૯મી સદીમાં રિક્ષાની શોધ જાપાનમાં જ થઈ હતી.
-ધનિકો માનતાં કે ગાડી ખેંચવા માટે ઘોડા રાખવા કરતાં મજૂરો રાખવાં સસ્તાં પડે.
-નોનસમુરાય ક્લાસનાં લોકો હેરફેર માટે 'કાગો'નો ઉપયોગ કરતાં હતાં.
-સમુરાય ક્લાસનાં લોકો હેરફેર માટે નોરિમોનોનો ઉપયોગ વધારે કરતાં હતાં.
-રિક્ષાનાં પૈડાંમાં ધીરે ધીરે ઉત્ક્રાંતિ આવતાં ટ્રેનનાં પૈડાંની ભૂમિકા બંધાઈ.
-લોકો નદી પાર કરવા માટે સામાન્ય તરાપાનો ઉપયોગ કરતાં હતાં.
-ધનિકો નદી પાર કરવા યાકાતાબુનનો ઉપયોગ કરતા હતા.
-ઘણી વખત માત્ર નાળાં પાર કરવા માટે ધનિકો લાકડાના તરાપા પર બેસી જતાં અને મજૂરો તેમને ઊંચકી જતાં.
-ગરીબો મુસાફરી માટે ચાલીને જતાં અથવા તો બળદગાડાંનો ઉપયોગ કરતાં.
-વર્તમાન સમયમાં જાપાનમાં બુલેટ ટ્રેનો ફરતી થઈ ગઈ છે.

Thursday, February 21, 2013

10 most beautiful tree tunnels in the world


Beautiful. Do see.



https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhulWzvA_-lywHMl5AwIMu_hgAwEJNMallBbDyXDLeWFI9xCgHb3x_HA_lfdybV2-dSrxSmNJr0KFVzemjCdpZTXWpbEBDp6tKM0nCUzpRH4a8YJgeH0CxphadzZf189ZyVLW8X26vz_Xg/s1600/Top-10-Tree-Tunnel-001.jpg
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiWbaEZc6diT1kbqzqzgmKmlOY33_AOOqA_crTAcsxiUMPohWS6X-lVgkJeMyHDM9lbN_DILRt6i25eiTQuAIeUMVJroAUQWLfjJtwF5-0B8KAAPv6ajkgbLVWtIThJr0OFxIWzXPX-5oY/s1600/Top-10-Tree-Tunnel-002.jpg
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEguUDlL9JVJkf9HqTLOrx2tlIwKtSbAeI5b9sjVI3LYOg4_rA2G6sYu5_b-4Rw_51-VR6wVf9WFLGjDB-v8HN3bA6TFjEwEiQ29QwXVZ57B0nmXhzZvikDrSgZ9qk4bTphzBqCqr7THzgk/s1600/Top-10-Tree-Tunnel-003.jpg
 
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjsZh_Msmv8gJwk8mxRI8T6RInyocCVuf1itP2vi6BjQCbaCHAlGMFaAySn_twtykWwcXvyLAAwtS_SIeReuAwkk4qSSgwwRjWiVkzcKwber69uS4uDgNNjxE1-Xf8_0wGAdEC9OgY8Nok/s1600/Top-10-Tree-Tunnel-004.jpg
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjGdk001BLOT01i3rOAjKLzRaHym0_AZyqT1BB-oGWkkmD6r_NHdfvTauRfwzc5Iqrv0sF0FwcVsHzzodycHtHmAKrJkCjJnRH-JOzXhqsjXehh5yR0kXShjTl5LvKe7tgJiKW4fGn9bLo/s1600/Top-10-Tree-Tunnel-005.jpg
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEi5nFPAn_jxWLZmTjZL_FzC61koW14iVXFueo_JhUQSJzZh6Z8aK1ISqCEYOdhPbMrgRs7R9GUWFNA4wNmc6Ov4pB5ufoBFiK0ISxM7G19-StZy7F7GTyJEdxkX4VNDzFqkZarfJICvGBE/s1600/Top-10-Tree-Tunnel-006.jpg
 
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiPHlwZxTrJkNjAvFr8YRHWogQ3MKCdGrFubkvYrLH27ITR63p5xK4My6yBJE2m3Jc86nyA07ITOSIaYbKhcZYeYVCzPCPPHWiFLwkxMistWTeQO23DbxQx7F6PSwE3VuX_uOgwz5m2Lm0/s1600/Top-10-Tree-Tunnel-007.jpg
 
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgxAbnnrspDolgXX2B0fgD36tKGtxRQm4vdeD4Q4p6-tlBrsGaHyG3vSyG9DDmRHEeMTYhOs1C_p1sTnvnLpdzDvT11Z4k2HruVhUWmkc9aZROKkToZWpABz7TqaDrKzzk2eyXYQ28Se9I/s1600/Top-10-Tree-Tunnel-008.jpg
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEi60uefwurRd77HVbYxE4i9Jun8UDNXfkk13vDhaLYDaUDSlBL3ZyGRt2hYOF_kTDndzOanoopTfRgKiD14ttZIi8C1Bbz4KWXPr-wse7ucoUKeH6K4_XPDUPgBRfpz585vjkR7qLMm5ZY/s1600/Top-10-Tree-Tunnel-009.jpg
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhVcmiAKJvKa8XHdL3UxCMagpb-WDYOGEfwg16e-bTehBKZItVEVpeIipufR4iKVAGKPmZIVdGWl7Dr8LsYSpHHEDDWxaRHfR-LMClbZaHZCVv6cv92XewHbGCOKwIkreKB51OeIMxA48M/s1600/Top-10-Tree-Tunnel-010.jpg